Home> India
Advertisement
Prev
Next

કોણ સંભાળશે રાજસ્થાનની રાજગાદી? શું આ વખતે પાયલોટના હાથમાં આવશે 'પ્લેન'? આજે થશે નક્કી

આજે થશે રાજસ્થાનનો ફેંસલો...કોંગ્રેસ હાઈકમાન કોનેની કરે છે તાજપોશી? કોને મળી શકે છે રાજસ્થાનમાં રાજ કરવાનો પરવાનો? આજે અંગે લેવાઈ શકે છે મહત્ત્વનો નિર્ણય...

કોણ સંભાળશે રાજસ્થાનની રાજગાદી? શું આ વખતે પાયલોટના હાથમાં આવશે 'પ્લેન'? આજે થશે નક્કી

નવી દિલ્લીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી બદલાવવાની અટકળો વચ્ચે આજે કોંગ્રેસ પાર્ટીએ જયપુરમાં વિધાયક દળની બેઠક બોલાવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને પ્રભારી અજય માકન હાજર રહેશે. આ સિવાય વિધાયક દળની બેઠકમાં રાજ્યમાં નવા સીએમ કોણ હશે તેના પર પણ નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધી પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટનું નામ સૌથી આગળ છે. પરંતુ બેઠક પહેલા કઈ કહી ના શકાય. કોંગ્રેસ પાર્ટીએ જયપુરમાં થનારી બેઠક અંગે ટ્વીટ કરી છે

fallbacks

 

 

પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે શનીવારે રાત્રે ટ્વીટ કરીને કોંગ્રેસ પાર્ટીના અધ્ય7 અંગે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને જયપુરમાં થનારી વિધાયક દળની બેઠક અંગે ઑબ્ઝર્વર અને ઈન્ચાર્જ બનાવ્યા છે. વિધાયક દળની બેઠક આજે સાંજે 7 વાગ્યે શરૂ થશે. 

ખાસ વાત એ છે કે અશોક ગહેલોત જે હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી છે તે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. તેવામાં પાર્ટીના એક વ્યક્તિ એક પદના નિયમ અનુસાર તેમણે રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડવુ પડશે. અશોક ગહેલોતે શુક્રવારે કહ્યું હતું કે નિશ્ચિતરૂપથી કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે. ગહેલોતે એ પણ કહ્યું હતુ કે જો અધ્યક્ષ બનશે તો ઉત્તરાધીકારી અંગે નિર્ણય હાલના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવશે. પાર્ટીમાં એકતા પર જોર આપતા ગહેલોતે કહ્યું હતું કે ભલે કોઈ પણ ચૂંટણી જીતે, કોંગ્રેસને તમામ સ્તરો પર મજબૂત કરવા માટે બધાએ સાથે મળીને કામ કરવાનું રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More